રાજકોટમાં આવકવેરા વિભાગે ફરી એક વખત નોટીસોનો ઢગલો કર્યો હોય તેમ મોટી રકમની વૈભવી પ્રોપર્ટી ખરીદવા છતાં રીટર્નમાં નહી દર્શાવાતા નોટીસો ફટકારવામાં આવી છે તે પૈકી કેટલાંક તો સ્ક્રુટીની નોટીસ પણ અપાતા કરદાતાઓમાં ફફડાટ સર્જાયો છે. સરકારના કાયદા પ્રમાણે 30 લાખથી વધુની કિંમતના પ્રોપર્ટી વ્યવહારો વિશે સબ રજીસ્ટ્રાર દ્વારા આવકવેરા વિભાગને જાણ કરવામાં આવતી હોય છે અને તેના આધારે ઈન્કમટેકસ કરદાતાના રીટર્નની ચકાસણી કરે છે. આવકવેરા વિભાગના ધ્યાને એવુ આવ્યુ હતું
કે સંખ્યાબંધ કરદાતાઓએ વૈભવી મકાન, ફલેટ કે મોટી રકમની પ્રોપર્ટી લીધી હોવા છતાં રીટર્નમાં નોંધ કરવામાં આવી ન હતી તેના આધારે નોટીસો ફટકારવામાં આવી છે. જાણકારોએ એમ કહ્યું કે પ્રોપર્ટી દસ્તાવેજો જંત્રી દરના આધારે બને છે. જંત્રીદર તથા માર્કેટવેલ્યુમાં મોટો તફાવત રહેતો હોય છે. એકાદ કરોડની કિંમતના ફલેટના દસ્તાવેજો પણ 30 લાખથી નીચે નોંધાતા હોય છે. જંત્રીદર આધારીત ફરજીયાત ઉંચા દસ્તાવેજોના કિસ્સામાં પણ રિટર્નમાં નોંધ થતી ન હોવાનું ધ્યાને આવ્યાને પગલે નોટીસો ફટકારવામાં આવી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं