લાંબા સમય ના ઇન્તેઝાર પછી રાજસ્થાન તેમજ ગુજરાતનાં લોકો ને ખુશ ખબર આવી ગઈ છે આવતીકાલે સોમવારે 31/10/22 થી અસારવા થી ઉદેપુર અને અસારવા થી જયપુર ની ટ્રેન શરૂ થઇ રહી છે જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે, જેમાં તમામ સ્ટેશન માસ્ટર અને રેલવે ના અધિકારીઓ હાઝર રહેશે, 31/10/22 એક દિવસ માટે ની સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે ત્યારબાદ 1/11/22 થી ઉદેપુર થી અસારવા ડેઇલી ટ્રેન નો નંબર 19703/19704 રહેશે આ ટ્રેનમાં હમણાં 18 કોચ જોઈન્ટ કરવામાં આવશે, 295 કિલોમીટર લાંબા રસ્તાને પાર કરવા માટે આ ટ્રેન 6 કલાક જેટલો સમય લેશે, જયારે અસારવા થી ટ્રેન શરૂ થશે તો તેનું સ્ટોપેજ નરોડા, નાંદોલ દહેગામ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી રોડ, બિંછીવાડા, ડુંગરપુર, રીખાલદેવ, રોડસેમારી જયસમંદ રોડ, જાવર, ઉમરા જેવા સ્ટેશનો એ રોકાશે,

ત્રણ ફેઝમા થયેલ આ કામ આમ તો ક્યારનું પૂરું થઇ ગયેલ હતું પરંતુ ઉદ્ઘાટન ના સમયની રાહ જોવાઈ રહી હતી, હિંમતનગર થી ઉદેપુર ના માર્ગ ની વચ્ચે આવતા પહાડો ને કાપી માર્ગ બનાવવામાં ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જયારે આવા પહાડી વિસ્તારમાં થી ટ્રેન પસાર થશે ત્યારે ટ્રેન નો આ સફર કેટલો રોચક અને આહલાદક હશે તેની કલ્પના કરવી રહી તમને જાણી ને આશ્ચર્ય થશે કે ઔડા નો સહુથી ઊંચો પુલ 35 મીટરનો છે જે આખો સ્ટીલમાં બનાવેલો છે ત્યાર બાદ આ ટ્રેન ખારવાચંદા 3 ટનલ (ગુફા ) ઓ માંથી પસાર થશે જેની લંબાઈ 821 મીટર, 140 મીટર, 90 મીટર માંથી પસાર થશે ત્યારે કેટલો અદ્ભૂત નજારો જોવા મળશે, ફિલ્મી દ્રશ્યો સર્જાશે.

આ ટ્રેન ના માર્ગમાં કુલ 38 મોટા પુલ આવેલા છે જયારે 655 નાના પુલ બનેલા છે.

બીજી એક ટ્રેન અસારવાથી જયપુર સુધી પણ સોમવાર થી ડેઇલી શરૂ કરી દેવામાં આવનાર છે, જેનો ટ્રેન નંબર 12981/12982 રહેશે આ ટ્રેન અસારવાથી ઉપડશે જે ફક્ત નાંદોલ દહેગામ પછી સીધું હિંમતનગર સ્ટોપેજ આપવામાં આવેલું છે, આ ટ્રેનના 15 કોચ રહેશે, અમદાવાદ તેમજ સાબરકાંઠા માં થી કાયમી ઉદેપુર અજમેર અને જયપુર ટુરિઝમ એરીયો હોવાથી ફરવા જવાના શોખીન લોકો અને વેપારીઓ માટે આ બહુ મોટી ખુશ ખબર છે, હિંમતનગર થી અજમેર 9 કલાક ને 12 મિનિટે આ ટ્રેન પહોંચાડી દેશે જયારે અસારવા થી અજમેર નો રસ્તો 11 કલાક નો રહેશે. આમ બાઈ રોડ જનાર અને ટ્રાફિક ની જંઝટમાં થી લોકોને મુક્તિ મળી જશે અને અકસ્માત નું પ્રમાણ ઘટશે.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.