જિલ્લા મહિલા અને બાળ કચેરી તેમજ આઈ.સી. ડી . એસ. ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત “ બેટી બચાઓ બેટી પઢાઓ ” દિવસની ઊજવણી કરવામાં આવી હતી. દીકરી જન્મ અને દીકરી જન્મનું મહત્વ અને તેના વધામણા વિષે જણાવવામાં આવ્યું હતું. “ બેટી બચાઓ બેટી પઢાઓ ” દિવસની ઊજવણી દરેક તાલુકાના ICDS વિભાગના CDPOશ્રી દ્વારા દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષણનું મહત્વ, કિશોરીઓના ભવિષ્ય માટે તેના શિક્ષણના મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી યોજના” ના લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શૈલેષ કણઝારિયા તેમજ CDPO શ્રી મીનાક્ષીબેન રાઠોડ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.