- મુસ્તાક નામનો યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ફાયદા
માટે જુગારધામ ચલાવી રહ્યો હતો
- પોલીસને જોતા કેટલાક જુગારીઓ નાસી ગયા હતા
અમદાવાદ, શનિવાર
રાજ્ય સહિત અનેક શહેરોમાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં કડક
છાપ ધરાવતા અધિકારી નિલિપ્ત રાય અને કે.ટી.કામરિયાની જોડી
સહિતની તેમની ટીમ ચાલતા ગેરકાયદે ધંધાઓ પર તવાઇ
બોલાવી રહી છે. જેને પગલે હવે સ્થાનિક પોલીસની
નિષ્ક્રિયતાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે
અમદાવાદના સ્ટેટ મોનીટરીંગ સેલે સાબરમતીમાં ચાલતા
મસમોટા જુગારધામને ઝડપ્યા બાદ હવે પૂર્વ વિસ્તાર એવા
ગોમતીપુરમાં જુગારધામ ઝડપી પાડ્યું છે. જુગારધામ પરથી સ્ટેટ
મોનીટરીંગ સેલે 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ
ધરી છે.
સામાન્ય રીતે ગેરકાયદે ચાલતા ધંધાઓ પર કાર્યવાહી કરવાની
જવાબદારી સ્થાનિક પોલીસના શિરે હોય છે. પણ સ્થાનિક
પોલીસ કાર્યવાહી કરવામાં નબળી પુરવાર થઈ રહી હોય એમ
લાગી રહ્યું છે. જેથી ગેરકાયદે ચાલતા ધંધાઓ અને ચલાવનાર
વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલ સક્રિય
થયુ
છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ
દરોડો પાડી અનેક ગેરકાયદે ચાલતા ધંધાઓનો પર્દાકાશ કરી રહી
છે. તેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે પૂર્વ
વિસ્તારના ગોમતીપુરમાં જુગારધામ પર દરોડો પાડ્યો
હતો.જ્યાં ચાર જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. મુસ્તાક
નામનો યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ફાયદા માટે
જુગારધામ ચલાવી રહ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે વીસ હજાર
રોક્ક સહિત 60
હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
છે.બીજીબાજુ ગોમતીપુર વિસ્તારમાં આવેલા મનીયારવાડમાં
મુસ્તાક મહેબુબભાઇ સંધી અને રીકીન ઉર્ફે બન્ની ભેગા મળીને
જુગારધામ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને જોતા
કેટલાક જુગારીઓ નાસી ગયા હતા જ્યારે ચાર જુગારીઓ
ઝડપાઇ ગયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે 20 હજાર રોક્ડ, 15
હજારના ચાર મોબાઇલ તેમજ એક વ્હિકલ સહિત 60 હજારનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે.એસએમસીએ ગોમતીપુર પોલીસ
સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે જ્યારે ગોમતીપુર પોલીસે
જુગારધામ ચલાવતા બન્ને ભાગીદારોની ધરપકડ કરવા માટે
ચક્રોગતિમાન કર્યા છે. મહત્વ નું છે કે થોડા છેલ્લા સમય થી એસ
એમ સી દ્વારા અલગ અલગ જગ્યા બૂટલેગરો ઉપર મોટી
કાર્યવાહી કરવામાં આવી રહી છે.