નહેરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા માધાપર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા માધાપર મુકામે ગણપતિજીના મંદિરે તથા ઐશ્વર્યા નગરના ચોકમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પીપળો, બીલીપત્ર અને લીમડો વગેરે જેવા મહત્ત્વના વૃક્ષો વાવીને ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પર્યાવરણને લઈને લોકજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા અને ફોરેસ્ટ ઓફિસર ઈશ્વર ભાઈ મિસ્ત્રી દ્વારા લોકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાવીને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રપુરી ગોસાઈ કર્યું હતું. આ પ્રસંગે યુવા સ્વયંસેવક યોગેશભાઇ સુથાર તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.