જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રગ્રહણ પછી તેની ખરાબ અસરથી બચવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કાશીના વિદ્વાન અને જ્યોતિષ સ્વામી કન્હૈયા મહારાજ પાસેથી ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું જોઈએ.શરદ પૂર્ણિમાના દિવસે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. મધરાતે 1 વાગ્યાને 5 મિનિટ પર શરૂઆત થશે અને રાતે લગભગ 2 વાગ્યાને 24 મિનિટ પર ગ્રહણ સમાપ્ત થશે. જ્યોતિષી અનુસાર ચંદ્રગ્રહણ પછી કુપ્રભાવથી બચવા માટે ઘણા ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કાશીના વિદ્વાન જ્યોતિષ સ્વામી કન્હૈયા મહારાજ પાસે કે ગ્રહણની સમાપ્તિ પછી શું કરવું જોઈએ.
ગ્રહણ ખતમ થયા બાદ સ્નાન જરૂર કરવું જોઈએ. ગંગા અથવા કોઇ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો વધુ સારું છે. જો તમે ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન નહિ કરી શકો તો એનું જળ પાણીમાં નાખી સ્નાન કરી શકો છો.