(બુધવાર) રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૪ ઓગસ્ટ, ૨૦૨૨ને ગુરુવારના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઓગસ્ટ-૨૦૨૨ પ્રથમ સપ્તાહ નારીની વંદનાને સમર્પિત છે. સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહમાં વિવિધ દિવસોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા.૫ ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૬ ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા.૭ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્તરે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરાશે. અમરેલી જિલ્લામાં પણ આ મહિલાલક્ષી દિવસોની ઉજવણી કરવામાં આવશે.
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.