તેજસ્વી વિદ્યાર્થીઓ તા.૨૬ ઓગષ્ટ-૨૦૨૨ સુધીમાં NTA Portal પર ઓનલાઇન અરજી કરી શકશે
ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ થયેલ શાળા/ સંસ્થામાં વર્ષ-૨૦૨૨-૨૩માં ધોરણ- ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી-વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતાપિતાની ગત વર્ષની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખથી વધુ ના હોય તેવા ધો- ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૭૫,૦૦૦/- અને ધો- ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૧.૨૫ લાખની શિષ્યવૃત્તિ આપવાની યશસ્વી PM YOUNG ACHIEVERS SCHOLARSHIP FOR VIBRANT INDIA (YASASVI) યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે NATIONAL TEST AGENCY (NTA) દ્વારા તા.૧૧/૦૯/૨૦૨૨ના રોજ ૭૮ શહેરોમાં COMPUTER BASED TEST (CBT) પરીક્ષા યોજાનાર છે. આ યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓની યાદી NTA પોર્ટલ પર http//yntinta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પસંદ થયેલ શાળા/ સંસ્થાઓનાં ધો- ૯ અને ૧૧ ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી-વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને તા.૨૭/૦૭/૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં NTA Portal પર ઓનલાઇન અરજી કરવી.
તેજસ્વી વિદ્યાર્થીઓ માટે PM YOUNG ACHIEVERS SCHOLARSHIP FOR VIBRANT INDIA (YASASVI) યોજના શરૂ કરાઇ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_91cb9aaf46e9b2b9d46b5116d5540963.jpg)