દેશના વિવિધ રાજ્ય વિસ્તારના સર્પનો ઝેર કાઢી એમાંથી ઇન્જેક્શન બનાવી એ જ વિસ્તારમાં આપવામાં આવે તો એની અસરકારકતા ખૂબ જ સારી સાબિત થઈ શકે છે એવા વિવિધ સુચન ભરતસિંહ એન્ડ વેક્સિન મુંબઈના વૈજ્ઞાનિકો સાથે મળેલી બેઠકમાં સર્પ સંશોધન સંસ્થાન ધરમપુરના ઉપાધ્યક્ષ ડોક્ટર ડી સી પટેલે આપ્યા હતા. મુંબઈમાં મળેલી આ બેઠકમાં વર્ષોથી સર્પદન્સમાં ઝીરો દેથરેટના ઉદશંકલ્પ સાથે સંશોધન કરતા આવી રહેલા અને સરપદંશના ઝેરી બિનજરી 20,000 થી વધુ કેસોમાં 99%થી વધુ વિક્રમની સફળતા પ્રાપ્ત કરનાર શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના આ તબીબે દેશભરમાં સર્પદંશના કેસોમાં મૃત્યુદર ઘટાડવા રિજીયન સ્પેસિફિક એન્ટીવીનમ ઇન્જેક્શન બનાવવા તથા ઝેર સંશોધન કરવા સહિતના કરેલા સૂચનોથી વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા.