વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકમાં મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિત 35 લોકોએ દાવેદારી નોંધાવીમોરબી માળિયા વિધાનસભા બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા, કાંતિભાઈ અમૃતિયા સહિત 15 દાવેદાર

મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર સૌની નજર છે દરમિયાન આ મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કુલ મળીને 15 જેટલા આગેવાનો દ્વારા ભાજપની ટિકિટની માંગણી કરવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર જે કોઈને પણ ટિકિટ આપવામાં આવે ત્યારે ખભેખભા મિલાવીને એક સાથે આ બેઠક ઉપરથી કમળ ખીલી ઊઠે તેના માટે કામ કરવાની આગેવાનો દ્વારા નિરીક્ષકોને ખાતરી આપવામાં આવી છે

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે આજે સવારથી લજાઈ ગામ પાસે આવેલ એલિટ સ્કૂલ ખાતે સેન્સ લેવાની કામગીરી નિરીક્ષકો દ્વારા શરૂ કરવામાં આવી છે અને રાજ્યના મંત્રી આર.સી. મકવાણા, હર્ષદભાઈ પટેલ અને અલકાબેન મોદી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે લેવાની કામગીરી કરવામાં આવી રહી છે ટંકારા અને વાંકાનેર બેઠક ઉપર આગેવાનોની સેન્સ લેવામાં આવ્યા બાદ છેલ્લે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે તેને સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી દરમિયાન આ બેઠકો પર મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઓનલાઇન પોતાની સેન્સ આપવામાં આવી હતી અને તે ઉપરાંત મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, માજી પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, જીતેન્દ્રભાઈ આદ્રોજા (નોટરી), મોરબી જીલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મંજુલાબેન દેત્રોજા, જીગ્નેશભાઇ કૈલા, અજયભાઇ લોરીયા, ડો. નારણભાઇ બાવરવા, બકુલભાઇ કાવર, કેતનભાઇ વિડજા, મનુભાઇ ખાંડેખા, ઉમેશ જાકાસણીયા સહિતના 15 થી વધુ આગેવાનો દ્વારા મોરબી વિધાનસભા બેઠક ઉપર ભાજપની ટિકિટની માંગણી કરવામાં આવી છે અને સાથોસાથ આ બેઠકો પરથી પાર્ટી દ્વારા જે કોઈ આગેવાનને ટિકિટ આપીને ચૂંટણી લડવા માટે આદેશ કરવામાં આવશે તેની સાથે ઉભા રહીને આ બેઠક ઉપરથી કમળ વિધાનસભામાં મોકલવા માટે થઈને તમામ આગેવાનો દ્વારા નિરીક્ષકોને ખાતરી આપવામાં આવી છે