ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા અપહરણ તથા પોકસો એકટ સંબધી ગુન્હાઓના આરોપીઓ ને સત્વરે પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓએ અપહરણ તથા પોકસો એકટ સબંધી ગુન્હાઓ આચરી પોતાની ઘરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી ને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મરીન પીપાવાવ પોસ્ટે ના પો સ્ટે એ - પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૪૫૨૨૦૩૯૫/૨૦૨૨ આઇ.પી.સી ક.૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ક ૧૮ મુજબ નો ગુન્હો ગઇ તા ૧૫/૦૯/૨૦૨૨ ના રોજ બનવા પામેલ હોય આ કામના આરોપીએ આકામના ફરી ની સગીર વય ની દીકરી ને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ અને આજદીન સુધી નાસતો ફરતો રહેલ હોય જે અન્વયે મરીન પીપાવાવ પો સ્ટે ના પો.સબ.ઇન્સ ડી.બી.મજીઠીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા ઉપરોકત ગુન્હાના આરોપીને જુનાગઢ નેત્રમ તથા એલ.સી.બી અમરેલી ના ટેકનીકલ સપોર્ટ દ્રારા જુનાગઢ ખાતે થી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આરોપીની વિગત ( ૧ ) સવજીભાઇ ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા રહે ખેરા તા રાજુલા જી અમરેલી આ કામગીરી નેત્રમ ભાવગનર તથા નેત્રમ જુનાગઢ મદદરૂપ થયેલ તા અમરેલી એલ.સી.બી ટેકનીકલ સપોર્ટ ની મદદ થી પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી મઠીયા સાહેબ તથા મરીન પીપાવાવ સર્વેલન્સ ટીમ ના અનાર્મ એ.એસ.આઇ હિંમતભાઇ એલ.રાઠોડ તથા પો કોન્સ અજયભાઇ.જી વાઘેલા તથા પો.કોન્સ મેહુલભાઇ.બી ભુવા તથા પો કોન્સ ધર્મેન્દ્રકુમાર.બી નિમાવત તથા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.