આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ માટે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને નિ: શુલ્ક પ્રિકોશન ડોઝ આપવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વયથી વધુની વયના પાત્રતા ધરાવતા તમામ લોકોને પ્રિકોશન ડોઝ મળી રહે તે દિશાના જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં તા.૧૫ થી ૧૭ મી જુલાઇ, ૨૦૨૨ દરમિયાન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટર સહિત વિવિધ કેન્દ્રો ખાતેથી ૧૮ વર્ષથી વધુ વયના કુલ-૪,૩૩૦ લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.