કાલોલ ખાતે ઈદ એ ગોસીયા ભાગરૂપે ખુબ જ શાનો શોકત ની સાથે હઝરત ગોસેઆજમ દસ્તગીર યાદમાં શાનદાર જુલુસ ગોસીયા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું .સવારે પીરાને પીર દસ્તગીર સૈયદ અબ્દુલ કાદીર જીલાની (ર.અ) ગૌસે આઝમના તબરૂકાત જીયારત કરવામાં આવી હતી.અને સવારે 11:30 કલાકે .કાલોલ જુમ્મા મસ્જિદથી વિશાળ જુલૂસનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.વિસ્તારમાંથી, હજારો મુસ્લિમ બિરાદરો આ જુલૂસમાં સામેલ થયા હતા અને ખુબ જ શાંતિ અને સદભાવનાભર્યા વાતાવરણમાં જુલુસ શહેરના મુખ્ય માર્ગ જેવાકે કચેરી રોડ અને બસ સ્ટેન્ડ રહીને નગરપાલિકા થઈ પરત જુમ્મા મુસ્જિદ નુરાની ચોકમાં આવેલ.અને દર વર્ષની જેમ સાંજે નુરાની ચોકમાં અજીમી ફ્રેન્ડ સર્કલ કમિટી દ્વારા યોજાતી ઐતિહાસિક ન્યાજ શરીફનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં કાલોલ તથા આસપાસના લોકો નીયાઝ શરીફનો લાભ લેશે.
મુસ્તાક દુરવેશ, હાલોલ.