સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અનવયે : વાપીમાં વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાના કામો માટે રૂ . ૨૬ , પર કરોડ મુંદ્રા - બારોઇનગરપાલિકામાં રૂ . ૮૩.૭૯ કરોડના ભુગર્ભ ગટર યોજનાના કામો ભરૂચ નગરમાં બેઝોનમાં પાણી પુરવઠા યોજના માટે રૂ . ૪.૩૭ કરોડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધામા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કાર્યો માટે ૧૧૪.૬૮ કરોડ રૂપિયાના કાર્યો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે . ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્ત્રો રજુ કરવામાં આવી હતી તેમાં વાપી , ભરૂચ અને મુંદ્રા - બારોઇ નગરપાલિકાના કાર્મોનો સમાવેશ કરવામાં આવેલો છે . તદઅનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા રોમ વોટર ડ્રેનેજના રૂ . ૨૬.પર કરોડના કામો માટે અનુમતિ આપી છે . વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે . આના પરિણામે ર થી ૩ ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GLIM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે . આ દરખાસ્ત મંજૂર થતા હવે વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામમાં હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જ મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા - બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર પોજનાના કામો માટેની રૂ . ૮૩.૭૯ કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે આ નગરોની આગામી વર્ષ ૨૦૫૨ ની વસ્તીની રોજની ૧૨.૧૧ એમ.એલ.ડી સીવેજ જનરેશનની સંભાવના ધામમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે . આ યોજના અંતર્ગત ૧૦ એમ.એલ.ડી ક્ષમત્તાનો સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ હાઉસ કનૈક્રાન ચેમ્બર , ધર્મીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે . આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝૌન-૬ અને શક્તિનગર ઝોન-ર માં પાણી પુરવઠા યોજનાના કામો માટે ૪.૩૭ કરોડ રૂપિયા મંજર કર્યાં છે . આ બેય ઝોનમાં આગામી ૨૦૫૦ ના વર્ષની વસ્તીનો અંદાજ પ્લાનમાં રાખીને રોજની ૧૬.૦૨ એમ.એલ.ડી પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે . સમગ્રતયા મુખ્યમંત્રીશ્રીએ ત્રણ નગરપાલિકાઓને રૂ . ૧૧૪.૬૮ કરોડની રકમના કાર્યો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધતિક મંજૂરી આપી છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ઇલેક્શન 2022: AAPએ વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
ગુજરાત ઇલેક્શન 2022: AAPએ વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
Gold Price Today: मांग बढ़ी तो महंगा हुआ गोल्ड, खरीदने से पहले जान लें आपके शहर में क्या है सोने की कीमत
नई दिल्ली, बिजनेस डेस्क: शुक्रवार 28 जुलाई को बुलियम मार्केट में सोने और चांदी की कीमतों में तेजी...
ડીસામાં યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતાં ચકચાર
ડીસાના ઉમિયાનગરમાં ગુરુવારે એક દુકાનમાં બેઠેલા યુવક પર ત્રણ શખસોએ લાકડી-ધોકા વડે હુમલો કરી...
શેરથામાં માલધારીઓનું વેદના મહાસંમેલન યોજવામાં આવ્યું
18 September 2022
આ છે દુનિયાનું સૌથી ઠંડુ શહેર, માઇનસ 50 ડિગ્રીમાં કેવો છે નજારો...
આ છે દુનિયાનું સૌથી ઠંડુ શહેર, માઇનસ 50 ડિગ્રીમાં કેવો છે નજારો...