કપડવંજ તાલુકાના ફાતિયાં ગામમાંથી એક મગર પકડવામાં આવ્યો હતો. મધરાત્રીએ લગભગ ૦૨:૦૩.am વાગે એક ૦૬ ફૂટનો અને લગભગ ૧૧૦ કિલો વજન ધરાવતા મગરે દેખો દીધો હતો. આ મગર કેનાલ બહાર આવી ગયો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલા કપડવંજ તાલુકાના ,આર એફ ઓ, શ્રી વિનલ પટેલ સાહેબ અને ફોરેસ્ટર મેડમશ્રી કંચનબેન સોલંકી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગળતેશ્વર તાલુકાના ફોરેસ્ટર શ્રી પ્રદીપભાઈએ ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના રામસિંહભાઈ જાણ કરતા તેમને ,એન જી ઓ,ના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહને જાણ કરી સત્વરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુમાં ,એન જી ઓ,ના રામસિંહભાઈ, મુકેશભાઈ અને કૌશિકભાઈ તથા વનવિભાગના અન્ય સ્ટાફ સાથે મળી સફળરીતે રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું હતું. રેસ્ક્યુ બાદ તેની પ્રાથમિક ચકાસણી કરવા અને નિર્જન સ્થળે છોડવા વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
#રિપોર્ટર: રીઝવાન દરિયાઈ #ખેડા: કપડવંજ