સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષણ માટેની ની ટીમો ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકલાવામાં આવી છે આ ટીમમાં જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ, પાંસેરિયા, કૌસલ્યા કુંવરબા observer તરીકે ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારે આજે દાહોદ શ્રી કમલમ ખાતે observer ની ટીમ દ્વારા દાહોદ, ફતેપુરા, ગરબાડા અને દેવગઢબારિયા આ ચાર વિધાનસભાની નિરીક્ષણ નું કામ શરૂ કરાયું હતું પેહલા 129 ફતેપુરા વિધાનસભા થી શરૂઆત થઈ હતી જેમાં વર્તમાન ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા પ્રમુખ શંકર આમલિયર તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી જ્યારે 134 દેવગઢ બારીયામાં માજી મંત્રી બચુભાઇ ખાબડ, તૃષરસિંહ બારિયા (બાબા) પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગરબાડામાં 133, કરણસિંહ ડામોર(પર્વતભાઇ), ઝીથરભાઈ ડામોર , મહેન્દ્ર ભાભોર, જ્યારે દાહોદમાં 132 કનૈયાલાલ કિશોરી, અભિષેક મેડા, નિકુંજ મેડા , ના નામો ચાલી રહ્યા છે આ તમામ ચાર બેઠકો માટે આજે સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે અને મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે ત્યારે કમલમ ઉપર ચારે વિધાનસભાના હોદ્દેદાર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક પ્રેસ વાર્તાને સંબોધન કરતા જીતુભાઈ વાઘાણી e જણાવ્યું હતું કે આ વખતે દાહોદ જિલ્લામાં પણ ભાજપ ને ખૂબ સારું પરિણામ મળશે કારણકે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓ માટે જે કામો કર્યા છે તે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. અમારી ભાજપની આ જે સેન્સ પ્રક્રિયા છે તે પારદર્શી છે અને એટલેજ અને દરેક વિસ્તારના કાર્યકર્તાઓને સાંભળવા માટે આવ્યા છીએ. દાહોદ જિલ્લાની આજે ચાર વિધાનસભા ની પ્રક્રિયા પૂર્ણ કરાશે અને અન્ય બે ઝાલોદ અને લીમખેડા વિધાનસભા માટે 30મી ઓકટોબર ના રોજ પ્રક્રિયા હાથ ધરાશે.