રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે કે Jioની 5G સેવા 15 ઓગસ્ટે શરૂ થઈ શકે છે.
ભારતી એરટેલે પણ 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.

બે વર્ષ સુધી લાંબા ટ્રાયલ રન બાદ આખરે દેશમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે. દેશમાં ત્રણ કંપનીઓએ મહત્તમ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અદાણી ડેટા નેટવર્ક નવી કંપની તરીકે જોડાઈ છે. 5G માટે કુલ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે, જેમાં એકલા રિલાયન્સ જિયોએ 88,078 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે એટલે કે Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે.
રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે કે Jioની 5G સેવા 15 ઓગસ્ટે શરૂ થઈ શકે છે. ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. તે જ સમયે, વોડાફોન-આઇડિયાએ 6228Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. આ બધાની વચ્ચે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે શું 5G લોન્ચ થયા પછી 4G ફોન નકામા થઈ જશે તે સવાલ હવે લોકોના મનમાં ઉઠી રહ્યો છે ત્યારે ટેક્નોલોજી ક્ષેત્રના  નિષ્ણાતોના મતે 5G આવ્યા પછી તમારો 4G ફોન નકામો નહીં થાય.
તેઓનું કહેવું છે કે 5G નું આગમન એ માત્ર કોમ્યુનિકેશન નેટવર્કનું અપગ્રેડ છે. શરૂઆતમાં, તે ફક્ત 4G નેટવર્ક પર નિર્ભર રહેશે. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારો 4G ફોન નકામો નહીં થાય, પરંતુ હકીકત એ છે કે તમે 4G ફોન પર 5G નેટવર્ક સ્પીડનો આનંદ માણી શકશો નહીં.
આ ફેરફાર 3G થી 4G થી ઘણો અલગ હોવાથી 4G નેટવર્ક આટલી જલ્દી ખતમ થશે નહિ પણ સ્પીડ 5Gની નહિ મળે.