સુરત શહેરના ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય એ નાગરીકોએ શુભેચ્છા મુલાકત લીધી હતી.
ચોર્યાસી તાલુકા ધારાસભ્ય જંખનાબેન પટેલે આજે કાર્યાલય ખાતે તમામ નાગરિકોની વચ્ચે શુભેચ્છા મુલાકાત કરી હતી અને કાર્યાલય બન્યું ખુશીનું આલય બન્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષના આનંદમય અવસરે સુરત સ્થિત મારા કાર્યાલય પર શુભેચ્છા અને આશીર્વાદની લાગણી સાથે આજે સ્થાનિક લોકો, મહિલાઓ, બહેનો અને બાળકોનો ટોળાવળો જામ્યો હતો. નૂતન વર્ષના પવિત્ર પ્રસંગે પ્રત્યેક નાગરિકે તેમના અંતરથી શુભેચ્છાઓ આપી, રાષ્ટ્રસેવામાં સમર્પિત રહેવા દિલથી આશિર્વાદ પાઠવ્યા તેમજ બાળકોના મનમોહક સ્મિતે આ અવસરે રૂડો બનાવ્યો જે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા સુરતનો આજ પરિવાર મને દરેક વર્ષે દેશ માટે કંઇક નવીન કરવા પ્રોત્સાહિત કરે છે.