(રાહુલ પ્રજાપતિ): હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે શનિવારે મેરી માટી, મેરા દેશ અંતર્ગત આયુર્વેદિક અમૃત વન નિર્માણ માટે સાંસદના હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં મેરી માટી, મેરા દેશ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓની માટી એકઠી થઈ દિલ્હી જશે ઉપરાંત વધેલી માટીનો સદુપયોગ થાય અને અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીની યાદગીરી રહે તે શુભ આશયથી આ આયુર્વેદિક અમૃત વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં આયુર્વેદિક ઔષધીઓ અને રોપાઓનો ઉછેર કરવામાં આવશે. અહીં ૩૭૫ થી વધુ જુદી જુદી પ્રજાતિના રોપાઓનું વાવેતર કરી ઉછેર કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, રમણલાલ વોરા, કલેક્ટર નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, સહિત જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं