ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇને બાઇક ખરીદનાર યુવાને હપ્તા ભર્યા ન હતાં, જેથી ઉઘરાણી માટે આવેલા ફાઇનાન્સ કંપનીના શખ્સે છરીના ઘા મારી જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત જો કે પોલીસે ટીમો બનાવીને છરીના ઘા ઝીંકનાર હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળીપાછળ ધકેલી દીધો હતો.રાણપુરના ભરવાડ યુવાન કાનાભાઈ વિભાભાઈ જોગરાણાએ બોટાદ ખાતેની શ્રી રામ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવીને હીરો સ્પલેન્ડર બાઇક ખરીદ કર્યુ હતું. તેના હપ્તા ચડી જતા ફાઇનાન્સ કંપનીમાંથી ઉદયભાઇ વલકુભાઈ ધાધલ ગાડી પાછી ખેંચવા રાણપુરમાં કાનાભાઈના ઘરે આવ્યા હતાં. તે વખતે કાનાભાઈ તથા તેમના ભત્રીજા હરેશભાઈએ બાઇક લેવા આવેલા ઉદયભાઇ પાસે શ્રી રામ ફાઇનાન્સ કંપનીનો ઓથોરિટી લેટર માંગ્યો હતો. ત્યારે ઉદય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટેથી ગાળો બોલી હું મોટરસાયકલ લીધા વિના જવાનો નથી, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી કાનાભાઈ ઉપર તુટી પડયો હતો અને આડેધડ ઘા કરતા કાનાભાઇને જમણા કાન, ડાબા હાથમાં તથા છાતીના ભાગે જમણી બાજુ ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે તેનું મોત નિપજ્યું હતું.બોટાદ શ્રીરામ ફાઇનાન્સ માંથી હપ્તાથી બાઈક લીધું હતું જે બાઈક નાં હપ્તા ચઢી જતા બાઈક પાછું ખેંચવા ઓથોરિટી લેટર વગર આવેલા ઉદય વલકુભાઈ ધાધલે બોલાચાલી કરી ગાળો બોલી છરીથી હુમલો કરી ૪૦ વર્ષ નાં ભરવાડ યુવાન કાનાભાઈ જોગાભાઈ જોગરાણા ની છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપી ઉદય વલકુભાઈ ધાધલ ને ભાવનગર રેન્જ આઈ જી ની સુચના અને તથા બોટાદ એસ પી ની સુચનાથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી ઉદય વલકુભાઈ ધાધલ (ઉ. વ.૩૦) ને બરવાળા ચોકડી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.