વલ્લભીપુર તાલુકાના નવાગામ (લો) ખાતે આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરનું સુરેશભાઈ લાખણી ભોજપરા ( મારુતિ ઇમ્પેક્સ) દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત નવાગામ (લો ) ગામના ભાવી ભક્તોની અથાગ પરિશ્રમ અને શ્રદ્ધાથી ખુબજ ભવ્ય શિવ મંદિરનું નિર્માણ થય ગયું છે ત્યારે તારીખ 26/10/2022 ના રોજ ભવ્ય મહા યજ્ઞ નું આયોજન કરાશે તેમજ મૂર્તિ નારાયણની નગરયાત્રા યોજાશે તેમજ કેવડીયા રાજેશભાઈ ઠાકરશીભાઈ પરિવાર દ્વારા નિર્માણ નવાગામ પ્રવેશ દ્વારનું શ્રીમતી દીપલબેન દિનેશભાઈ લખાણી તેમજ દિનેશભાઈ માવજીભાઈ લખાણી, દ્વારા લોકાર્પણ કરવામાં આવશે રાત્રે 9:30 કલાકે આ પ્રસંગને અનુરૂપ સાંસ્કૃતિક જલક ના પ્રતિક સમાન ડાયરાનું આયોજન કરાશે જેમાં નામી કલાકારો ઉવર્શીબેન રાદડીયા,સુખદેવ ભાઈ ધામેલિયા,નારુંદાનભાઈ ગઢવી ભજનોની તેમજ હાસ્યરસની રમજટ બોલાવશે આ કાર્યક્રમમા અતિથિ વિશેષ સંતો મહંતો તેમજ
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ,પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ની વિશેષ ઉપસ્થિતિ રહેશે , આ મહોત્સવમાં દરેક ધર્મપ્રેમી પ્રત્યક્ષ લાભ લે તેવું નવાગામ (લો) ગામ વતી આમંત્રણ પાઠવવામા આવે છે