વર્ષ 2022નું (Surya Grahan 2022) બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ઓક્ટોબરનું સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. ગોવર્ધન પૂજાના દિવસે આ સૂર્યગ્રહણની અસર તમામ 12 રાશિઓના જીવન પર (Effect of eclipse on zodiac signs) પડશે.

ન્યૂઝ ડેસ્ક: સૂર્યગ્રહણ એક એવી ઘટના છે,જેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. વર્ષ 2022નું બીજું (Surya Grahan 2022) અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આ દિવસે ગોવર્ધન પૂજા પણ ઉજવવામાં આવે છે. અગાઉ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ30 એપ્રિલ 2022 ના રોજ થયું હતું, જે ભારતમાં દેખાતું ન હતું. ઓક્ટોબરનું સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. ગોવર્ધન પૂજાના દિવસે આ સૂર્યગ્રહણની અસર (Effect of eclipse on zodiac signs) તમામ 12 રાશિઓના જીવન પર પડશે.

*સૂર્યગ્રહણની નકારાત્મક અસર:* જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની તેની અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.25 ઓક્ટોબરે થવા જઈ રહેલું સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાઈ શકે છે, પરંતુ જ્યોતિષીઓનું માનવું છે કે, તેની પણએટલી જ અસર થશે. આવી સ્થિતિમાં, સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત કેટલીક એવી રાશિઓ છે, જેના પર સૂર્યગ્રહણની નકારાત્મકઅસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાલો જાણીએ કે,સૂર્યગ્રહણ દરમિયાન કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.

*રાશિઓ પર ગ્રહણની અસર*:વૃષભ રાષી પર અસર રાશી ધરાવતા લોકોના શરીર પર અસર કરી શકે છે. તેથી આ રાશી ધરાવતા લોકોઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ. મિથુન જાતીના લોકોએ યાત્રા દરમિયાન સાવધાન રહેવાની જરુર છે. નોકરી અને વેપારમાં બદલાવ થઈ શકે છે. વ્યવસાયમાં સમજી વિચારીને નિર્ણય લો, નહિંતર આર્થિક નુકશાન પણ થઈ શકે છે. કન્યા રાશી માટે પણ આ સુર્ય ગ્રહણ અશુભ છે. જે લોકોનો વ્યાપાર વિદેશ સાથે જોડાયેલો છે,તેઓ અત્યારે મોટા અને અગત્યાના નિર્ણય નહિં લો તો વધુ સારૂ છે. આ સમયે ખર્ચા પણ વધશે. તુલા રાશિમાં સુર્ય ગ્રહણ રહેશે તેથી સૌથી વધારે અસર તુલા રાશિ પર પડશે. આ સમય દરમિયાન આર્થિક નુકશાન પણ થઈ શકે છે અને શરિર પર અસર થઈ શકે છે. વૃષિક રાશિ ધરાવતા લોકોને ધન હાનિ થઈ શકે છે. બોલવામાં સંયમ રાખવું. આ ઉપરાંત પરીવારમાં તણાવ પણ વધી શકે છે. ઘરમાં ભોજન બન્યુ હોય તો સુતકના પહેલા જ ભોજનમાં તુલસીના પાન નાંખવા જોઈએ.