સુરેન્દ્રનગર શહેર તેમજ લીંબડી ચોટીલા સહિતના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર શહેરના સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાને લીંબડી ખાતે બદલી કરી અને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે જીગ્નેશ બારોટને ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે ચોટીલામાં બ્રિજરાજસિંહ ને ચોટીલા થી ધંધુકા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે તુષાર ઝાલરીયા ને લીમડી થી હળવદ બદલી કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર લીંબડી અને ચોટીલા સહિતના તાલુકામાં ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.