દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ સિહોર શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા તત્વોને નાથવા પોલીસ તંત્રએ અલર્ટ બની પહરો ભર્યો હતો. પીઆઇ ભરવાડ સહિત પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી, ડીઆરબી સહિત બદોબસ્તમાં જોડાયા હતાં. દેશમાં મહાપર્વ દિવાળીની ઉજવણીનો ઉમંગ સિહોરના શહરીજનોમાં જાવા મળી રહ્યા છ ત્યાર દિવાળીના દિવસ દરમિયાન દરમિયાન શહરભરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારો ઉપર લોકોની ખાસ્સી ભીડ ઉમટી પડી હતી. દિવાળીના દિવસે ઘરાકી નિકળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઇ હતી ત્યાર લોકાની ભીડ વચ્ચે ખીસ્સા કાતરૂ અને આવારા તત્વો તકનો લાભ ન ઉઠાવે તે માટે સિહોર પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. શહેરની મુખ્ય બજારોમાં પીઆઇ ભરવાડ, પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી સહિત પોલીસના જવાનો સાદા વેશમાં ગોઠવાયા હતાં. શહેરની મુખ્ય બજાર, વડલાચોક, સિનેમા વિસ્તાર, આંબેડકર ચોક, શાકમાર્કેટ, માટાચાક સહિતના વિસ્તારાના માર્ગો પોલીસે બેરીકેટ બાંધી બંધ કર્યા હતાં. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા અને વાહન પાર્કિંગની તકદારીઓ સંભાળી હતી. જ્યારે પોલીસ અધિકારી અધિકારી અને કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધર્યું હતું અને શહેરને જોડતા માર્ગોપરપોલીસે વોચ ગોઠવી હતી.