જોરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી શહેરના રતનપર વિસ્તારના ફકીર સોસાયટીના રહેણાક મકાન પાછળ ભોગાવાના પટમાં એક શખસ બાવળની કાંટમાં દારૂ છુપાવતો ઝડપાયો હતો. આથી દારૂ સહિત રૂ.87,250નો મુદામાલ જપ્ત કરાયો હતો.તેની પૂછપરછમાં અન્ય એક શખસનું નામ ખૂલતા તેને પણ ફકીર સોસાયટીમાંથી ઝડપી પાડી બન્ને સામે દારૂ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગરમાં વધતી દેશી તથા વિદેશી દારૂની બદીને નાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જોરાવરનગર પોલીસ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. રતનપર વિસ્તારમાં હોવા દરમિયાન ભોગાવાના પટમાં દારૂના કટીંગ અંગે બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે હસ્તા પીરની દરગાહ પાસે આવેલી ફકીર સોસાયટીના અલ્લારખ્ખા મોવરના રહેણાક મકાન પાછળ તપાસ હાથ ધરી હતી. જ્યાં બાવળની કાંટની આડમાં એક શખસ કાંઇક છુપાવતો હોવાનુ જણાયું હતું. આથી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા પોતે ફકીર સોસાયટીનો અલ્લારખા સિકંદરભાઇ મોવર હોવાનુ જણાવ્યું હતું.આથી તેમની પાસેથી 31 બોટલ વ્હિસકી, 30 બોટલ વિદેશી દારૂ, 45 વ્હિસ્કી બોટલ, બિયરની 45 ચપલા સહિત મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેમની પૂછપરછ કરતા આ દારૂ તેમને કારના ચોરખાનામાં છૂપાવીને ફકીર સોસાયટીનો શખ્સ આપી ગયો હોવાનુ ખૂલ્યુ હતું.આથી ફકીર સોસાયટીના રહીશ અસરફ રહીમભાઇ ખલીફાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે આ દારૂ કારના ચોરખાનામાં છુપાવી પહોંચાડ્યાનું ખૂલ્યું હતું.આથી કાર અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ 2 શખસને કુલ રૂ.87,250નો મુદામાલ જપ્ત કરી જોરાવરનગર પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો. આ કાર્યવાહીમાં એએઅસઆઇ હેમદીપભાઇ મારવણીયા, સરદારસિંહ, કોન્સટેબલ અનિલસિંહ , વિજયસિંહ સહિત સ્ટાફ જોડાયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं