રાજ્ય સરકારની કામગીરી થી કર્મચારીઓ માં ફફડાટ.
જાફરાબાદમાં એક વર્ષ પૂર્વે જ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચારૂબેન મોરીની ધોરાજી ખાતે બદલી કરવામાં આવી હતી . આ પહેલા કેશોદ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર ચારૂબેન મોરીએ તેમની ફરજ દરમિયાન ૯૧ થી ૧૪૬ પ્રકરણમાં ગેરકાયદેસર બાંધકામ કરવા મંજૂરી આપી હતી . જેને લઈ જે તે સમયે ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્ય જીવીબેન ભોપાભાઈ એ એ.સી બી.માં ફરિયાદ કરી હતી . જેના આધારે તપાસમાં ગેરરીતિ જણાતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા હાલ ધોરાજી ખાતે ચીફ ઓફિસરની ફરજ બજાવતાં ચારૂબેન મોરીને ગુજરાત રાજ્ય સેવામાંથી કાયમી ધોરણે બરતરફ કરતાં હુકમ કરી દીધો છે . આ અંગે અરજદારે સરકારી કાર્યપદ્ધતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.