આટકોટ તા 24/10/2022

કરશન બામટા દ્રારા

તાજેતર મા રાજકોટ જી.ના જસદણ તાલુકા ની પીજીવીસીએલ આટકોટ ટીમ દ્વારા દિવાળી ના તહેવાર નિમિતે લોક હીત માટે ખાસ વ્યવસ્થા કરી 30 ગામડા માં વીજ પુરવઠો ના ખોરવાય અને ફટાકડા થી આકસ્માતીક દીવસ કે રાત્રી ના પણ વિજળી પૂરવઠો ના ખોરવાય માટે જરૂર પડે ત્યારે તાત્કાલિક રિપેર કરવા માટે 3 ટીમો બનાવી સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ હતી. તેમજ કોઈ આગ ના બનાવ બને ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાવર બંધ કરાવી શકાય તેના માટે ખાસ વ્યવસ્થા માં કરવામાં આવેલ હતી. આ સરાહનીય વ્યવસ્થા માટે દિવાળી નિમિત્તે આટકોટ પેટા વિભાગીય કચેરી ના અધિકારી ઓ સતત મોનીટરીંગ સાંભળી રહ્યા હતા. આ દરમિયાન આટકોટ ખાતે સાંજે 6:30 કલાકે કૈલાસનગર માં વીજતાર તૂટ્યો હોવાની જાણ થતાં કોઈ વીજ અકસ્માત ના થાય તે માટે તાત્કાલિક વીજપુરવઠો બંધ કરાવી, સ્ટેન્ડ ટુ રહેલી ટીમ ને મોકલી હતી. તેમજ ટીમ દ્વારા તાત્કાલિક જસદણ થી પહોંચી સ્થળ પર વીજ ફોલ્ટની ચકાસણી કરી તાત્કાલિક રિપેરિંગ ની કામગીરી ચાલુ કરેલ હતી. આટકોટ ટીમ દ્વારા ફક્ત 50 મિનિટ માં ફોલ્ટ નિવારણ થતા લોકોએ તેમની આ કામગીરી ને બિરદાવી હતી. દિવાળી નિમત્તે લોકો ને ઝડપી સેવા મળી રહે તે માટે પીજીવીસીએલ ખડેપગે છે તેમ અમીન ઓ. હાલાઈ જુનિયર ઇજનેર પી જી વી સી એલ તેમજ બીજા અધિકારીએ એક યાદી માં જણાવતા આનંદ ની લોક લાગણી લોક સમૂહ મા જન્મી હતી