અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મીડિયા ને એક મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. જે વ્યક્તિ ઓ ગુજરાત ની સેવા કરવા માંગે છે, દેશની સેવા કરવા માંગે છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે દરેક સમાજ, ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટી ના ઈમાનદાર લોકો માટે પણ પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડી માં વધુ એક નામ જોડાઈ રહ્યું છે.

કેસરિયા યુવા વાહિની ના રાષ્ટ્રીય અધ્યક્ષ, સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા. વિજય દવે અરવિંદ કેજરીવાલ જી ના માર્ગદર્શન હેઠળ 4 હોદ્દેદારો અને 40,000 થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તે વ્યવસાયિક રીતે કન્સ્ટ્રકશન અને એક્સપોર્ટ નું કામ કરે છે. વિજય દવે અગાઉ કોંગ્રેસ પક્ષ તેમજ ગુજરાત ભાજપમાં રાજ્યકક્ષાએ કામ કરી ચૂક્યા છે. આ સાથે તેમણે સામાજિક કાર્યોમાં પણ ઘણું યોગદાન આપ્યું છે. વિજય દવે કેસરિયા હિન્દુ યુવા વાહિની અને બ્રહ્મ સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેસરિયા હિન્દુ સેવા દળ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.

વિજય દવે સાથે જે 4 હોદેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમના વિશે જણાવતા ઈસુદાન ગઢવી એ કહ્યું કે, ચંપુભાઈ ભુકણ જે રાજુલા આહીર યુવા અગ્રણી અને રાજુલા તાલુકા પૂર્વ મહામંત્રી-કોંગ્રેસ અને માજી સરપંચ છે. ધીરુભાઈ જાની જે બ્રાહ્મણ સમાજ અગ્રણી બરોડા અને કેસરિયા હિન્દુ વાહિની ગુજરાત ના સંયોજક છે. રઘુભાઇ ભરવાડ જે ભરવાડ સમાજ અગ્રણી અને નવસારી જિલ્લાના ગૌરક્ષક સંયોજક છે. અને બી.એન. જાની જે રિટાયર્ડ બી.એસ.એલ. અધિકારી છે અને આણંદ કેસરિયા હિન્દુ વાહિની ના પ્રમુખ છે.

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા વિજય દવે, ચંપુભાઈ ભુકણ, ધીરુભાઈ જાની, રઘુભાઇ ભરવાડ, બી.એન. જાની આજે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલ જી ની વિચારધારા અને દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રભાવિત થઈને વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે તેમણે એ પણ જોયું કે અરવિંદ કેજરીવાલ જી ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બધી બાબતો જોઈને વિજય દવેએ નક્કી કર્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતની જનતાની સેવા કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત ની રાજનીતિ માં બદલાવ અવશ્ય લાવશે એ નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વીજળી મુદ્દે અને વ્યાપારીઓ ની સમસ્યા ના મુદ્દે ગેરેંટી આપી ચુકી છે. તેના કારણે આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ હવે ગુજરાતના દરેક નાગરિક પર અસર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ સરકાર બન્યા ના 3 મહિના પછી દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની ગેરેંટી આપી છે. ‘આપ’ ની આવી ભેટ ના કારણે આજે ગુજરાત માં ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગ ના પરિવાર માં આનંદ નો માહોલ છે.

કેસરિયા યુવા વાહિની ના રાષ્ટ્રીય અધ્યક્ષ, સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલ જી ની કામ ની રાજનીતિ થી પ્રભાવિત થઈ વિજય દવે જી 4 હોદ્દેદારો અને 40,000 થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

ભાજપ અને કોંગ્રેસના પ્રામાણિક લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી વેપારીઓની પહેલી પસંદ બની છેઃ ઇસુદાન ગઢવી

આજે દરેક સમાજ, ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી એ કોઈ પણ જાતિ જ્ઞાતિ માં વિશ્વાસ રાખતી નથી, તેમની વિચારધારા માં સર્વધર્મ સમભાવ છે: વિજય દવે

વેપારીઓ સાથે પણ અરવિંદ કેજરીવાલ જી એ પોતે રાજકોટ માં ટાઉન હોલ કાર્યક્રમ કરીને 5 ગેરેંટીઓ આપી છે જેમાં ભયમુક્ત અને સરકાર ની સાથે પાર્ટનરશીપ વાળી વ્યવસ્થા બનાવવાનો વાયદો કર્યો છે. જેની જાહેરાત પછી ગુજરાત ના વેપારીઓને પણ વિશ્વાસ થઈ ગયો છે કે આમ આદમી પાર્ટી દ્વારા તેમની દરેક સમસ્યા નું નિવારણ શક્ય છે. આમ આદમી પાર્ટી ની આવી મહેનત અને હંમેશા જનતા ની સુખ સુવિધાઓ માટે વિચારીને પગલાં ભરવાની નિયત જ આમ આદમી પાર્ટી ને દેશ ની બીજી પાર્ટીઓ થી અલગ અને જનતા ની પ્રિય પાર્ટી બનાવે છે.

આમ આદમી પાર્ટી માં જોડાવા બદલ ટિપ્પણી કરતા વિજય દવે એ મીડિયાને સંબોધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી ના કાર્યો થી પ્રભાવિત થઈને હું ‘આપ’ માં જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી જે કહે છે તે કરે છે, તેમની આ વાત થી પ્રભાવિત થઈને 40,000 થી વધુ સમર્થકો ને એક મંતવ્ય પર લાવીને આજે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. આમ આદમી પાર્ટી એ કોઈ પણ જાતિ જ્ઞાતિ માં વિશ્વાસ રાખતી નથી, તેમની વિચારધારા માં સર્વધર્મ સમભાવ છે.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈંટ સેક્રેટરી મથુરભાઈ બલદાણી, અમરેલી જિલ્લા ના ઉપપ્રમુખ ભરતભાઈ આહીર અને અમરેલી જિલ્લા વેપારી સેલ ના ઉપપ્રમુખ જીતુભાઇ કાછણ પણ ઉપસ્થિત રહ્યા હતા