દિવાળીના પાવન પર્વના અવસર પર સીટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ દ્વારા એક અનોખું અભિયાન

      સરકારશ્રીના આદેશ મુજબ ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરનારા પાસેથી હાલ દિવાળી દરમિયાન દંડ લેવામાં આવતો નથી પરંતુ દિવાળીના પર્વ પાવન અવસર પર ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી,મીઠાઈ ખવડાવીને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક ના નિયમોની સમજ આપવામાં આવી, સિટી ટ્રાફિક પોલીસ ASI. હેમરાજ ભાઈ સોનવણે અને TRB. જવાનો ટ્રાફિકના નિવારણ માટે હંમેશા ફરજ પર હાજર રહી ને સરાનિહ કામગીરી કરતા નજર આવેછે, અને પોલીસ ખાતાની પણ નામના વધાવતા હોય છે વાહન ચાલકો સાથે સારું વર્તન કરતા પણ અનેક વાર લોકોના મુખે સાંભળવા મળ્યું છે, દિવાળી ના પાવન અવસર પર વાહન ચાલકોને મીઠાઈ અને ગુલાબનો ફૂલ આપીને આજરોજ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, હતી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*