અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનું આયોજન

અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સ્વામિનારાયણ સંતો, કિરીટભાઈ મિસ્ત્રી, લક્ષ્મણસિંહ સોઢા, રશ્મિનભાઈ પંડ્યા, ડૉ. કૃષ્ણકાંતભાઈ પંડ્યા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વર્ગમાં 160 જેટલા બજરંગ દળના કાર્યકરોએ પ્રશિક્ષણ મેળવ્યું હતું સમાપન સત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવા હરિભાઈ બરાડીયા દ્વારા લેવામાં આવ્યું હતું તેમને જણાવ્યું હતું કે વર્તમાન દેશની પરિસ્થિતિમાં પ્રત્યેક ગામમાં બજરંગ દળ ની ખૂબ જ આવશ્યકતા છે બજરંગ દળ નો યુવાન શારીરિક અને માનસિક રીતે મજબૂત બની ભારત માની રક્ષા માટે રાત દિવસ કાર્યરત રહે ખાસ કરીને ગૌ હત્યા લવ જેહાદ જેવી પ્રવૃતિઓ દેશમાં ચાલી રહી છે ત્યારે બજરંગ દળના યુવાને પોતાની બુદ્ધિ માતાનો ઉપયોગ કરી રાષ્ટ્રની સેવામાં આગળ આવવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમની વ્યવસ્થામાં મહેશભાઈ સોરઠીયા ગોપાલભાઈ ગઢવી મહાવીર ભાઈ જોશી દિનેશભાઈ ડાંગર રાજેશભાઈ વેગડ ધરમશીભાઈ મસુરીયા બજરંગ દળ ના જિલ્લાના સંયોજક રાજનભાઈ જોશી અજય સિંહ રાજપુત સૌરાષ્ટ્ર પ્રાંતના જગદીશભાઈ સોરઠીયા કિરણભાઈ વોરા,જીગ્નેશભાઈ બાંભણિયા વગેરે વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સફળ બનાવવા જયહમત ઉઠાવી હતી

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ