દિવાળીના તહેવારો આવતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર નગરપાલિકા તંત્રએ નાગરિકોની કહેવા ખાતર આરોગ્યની ચિંતા કરીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ધી, દૂધ, દુધની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણ વેચનાર સામે દેખાડા પૂરતી કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીના પર્વોમાં નાગરિકોને આરોગ્યપ્રદ મિઠાઈ, ફરસાણ મળી રહે તે માટે ફુડ વિભાગ દ્વારા શહેર તથા તાલુકામાં સધન ચેકીંગ હાથ ધરાતું હોઈ છે આજે સિહોર નગરપાલિકા ટીમે વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનો, અને રોડ પર માંડવા નાખી ચાલતી હાટડીમાં ધી, દુધ, દુધ ની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણની દેખાડા પૂરતી ચેકીંગ કામગીરી કરી સંતોષ માન્યો છે દિવાળીનાં તહેવારો આવતાં જ મીઠાઈ તથા અન્ય ખાધચીજોનો વેચાણ કરતાં કેટલાક વેપારીઓ દ્રારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. દીપાવલીના તહેવારોમાં કોઈ વેપારી બિન આરોગ્યપ્રદખાધ ચીજવસ્તુનું વેચાણ ન કરે તે માટે ફુડ વિભાગ દ્વારા સઘન તપાસ જરૂરી બની છે