DEESA // ડીસા માં વાડી રોડ પર આવેલી પાંચ દુકાનો માંથી ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..

બંને આરોપીઓ પાસે થી ચોરી કરેલા મુદ્દામાલની રિકવરી કરી તેમાંથી એક આરોપી કિશોર વયનો હોવાથી તેને બાળ અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે..

ડીસા માં વાડી રોડ પર આવેલી પાંચ દુકાનો માંથી એક અઠવાડિયા ચોરી થઈ હતી, રાત્રિના સમયે બે પાર્લર, એક ટેલર સહિત ચાર દુકાનો ના શટર તોડી અજાણ્યા શખ્સો માલ સામાન અને રોકડ રકમ ની ચોરી કરી ગયા હતા..

જ્યારે એક દુકાન માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો..

ઘટના ને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે તસ્કરો ને પકડવા માટે તપાસ હાથ ધરી હતી, અને CCTV ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે..

જેમાં ડીસા ની ધરતી સોસાયટી ખાતે રહેતો વિપુલ લુહાર સહિત બે યુવકો ને પકડ્યા હતા..

જ્યારે એક આરોપી કિશોર વયનો હોવાથી તેને બાળ અદાલત માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે..

 પોલીસે અત્યારે બંને આરોપીઓ ની અટકાયત કરી છે, તેમજ બંને સામે ગુનો નોંધી ચોરી કરેલા મુદ્દામાલની રિકવરી કરવા માટે તેમજ અન્ય ચોરી ના ગુનાઓ માં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે..