તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું