અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજ મુવાડા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો આજે શનિવારના રોજ વાહનચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઇન્દોર એમપીથી રાજકોટ તરફ જતી ચામુંડા લકઝરી બસ નંબર GJ 01 DY 0070માં લાલ કલરનું જેકેટ અને બીજાએ બદામી કલરનું જેકેટ પહેરેલ ઈસમો પીસ્તલ સંતાડી લઈ જાય છે પોલીસે ચેકીંગ દરમ્યાન બાતમીવાળી ટ્રાવેલર્સ આવતા તેની તલાશી લેતા તેમાંથી બાતમીવાળા બે ઈસમોને પોલીસે ઝડપી લીધા પોલીસે આરોપી મહંમદખાન પઠાણ રહે.કાલાવાડ ને એક નંગ પીસ્તલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના પાશેથી 3 નંગ કારતુસ કબ્જે કર્યા સેવાલીયા પોલીસે પીસ્ટલ નંગ 1 કિંમત 5000 કારતુસ 3 નંગ કિંમત 1500 સહિત કુલ રૂપિયા 6500 નો મુદામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર