બનાસકાંઠા જિલ્લાની જળવ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાંતીવાડા ડેમ, થરાદ- સીપુ ડેમ પાઇપલાઇન, સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના ફિલ્ટર પ્લાન્ટ તથા હેડ વર્કસ, ખેંગારપુરા અને આખોલ પાણી પુરવઠા યોજનાનું સ્થળ નિરીક્ષણ કર્યું

લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે એ પ્રકારનું આયોજન કરવા અધિકારીશ્રીઓને તાકીદ

           

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી જળ વ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવી નાની મોટી સિંચાઈ યોજનાઓ, નિર્માણાધિન ચેક ડેમો અને કેનાલોમાં હાલ ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. આગામી ઉનાળાના સમય દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં લોકોને પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.

            

બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકારશ્રી દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લાના ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બને, જિલ્લામાં પાણીની તંગી ન વર્તાય અને પીવાના તેમજ સિંચાઈના પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના- ખેંગારપુરા, થરાદ ખાતે ફિલ્ટર પ્લાન્ટ તથા હેડ વર્કસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જિલ્લાના દાંતીવાડા ડેમ, રામસણ- થરાદ-સીપુ ડેમની પાઇપલાઇન, સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના- ફિલ્ટર પ્લાન્ટ તથા હેડ વર્કસ, થરાદ તાલુકાના ખેંગારપુરા ખાતે તેમજ આખોલ પાણી પુરવઠા યોજનાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

           

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિવિધ કેનાલની કામગીરી, ડીસિલટિંગ અને ચેકડેમોની મરામત, મિકેનિકલ વર્ક સહિતની કામગીરીની જાણકારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી મેળવી કેનાલ તેમજ અન્ય સરકારી જળ સ્ત્રોત પર કોઈપણ પ્રકારની પાણી ચોરી ન થાય તેમ જ તેની યોગ્ય જાળવણી થાય તે માટે અધિકારીઓને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જિલ્લામાં પાણી પુરવઠાના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટો અને જળ વ્યવસ્થાપન વિતરણના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીની વિવિધ જળ સાઇટોની મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓશ્રીઓએ સિંચાઈ યોજનાની કામગીરી સંદર્ભે વિવિધ ટેકનિકલ પ્રશ્નોની મંત્રીશ્રી સાથે ચર્ચા કરી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર પૂરો પાડ્યો હતો.

          

જિલ્લાની વિવિધ જળ સાઇટોની મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી એન.ડી પટેલ, પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેરશ્રી ભાવિક રાઠોડ, અધિક્ષક ઇજનેરશ્રી ડી. એન. બુંબડીયા, અધિક્ષક ઇજનેરશ્રી એચ.જી.પરમાર (યાંત્રિક) અને કાર્યપાલક ઇજનેરશ્રી આર.ડી. મામતોરા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.