ડીસાનો એક યુવાન ગણતરીની સેકન્ડોમાં સાફો બાંધે છે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં મળ્યું સ્થાન પી એમ મોદી ને પણ સાફો બાંધ્યો છે
શૈલેષભાઈ ઠક્કર 35 વર્ષથી સાફા બાંધવાનું કાર્ય કરે છે જુદા જુદા 151 પ્રકારના સાફા તેઓ બાંધી શકે છે
કુદરતે દરેક લોકોને કંઈક ને કંઈક કળા આપી હોય છે તેમાંથી કેટલાક લોકો તેનો યોગ્ય ઉપયોગ કરતા હોય છે ત્યારે ડીસાના શૈલેષભાઈ ઠક્કર પણ 15 વર્ષની ઉંમરથી પિતાના વ્યવસાયને આગળ ધપાવી સાફા બાંધવાનું કાર્ય કરે છે અને આ કાર્યમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી છે અત્યાર સુધીમાં તેમણે અનેક સેલિબ્રિટી અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ ભારતના પ્રધાનમંત્રી ને પણ સાફો બાંધ્યા છે ચારથી દસ સેકન્ડની અંદર જ તેઓ સાફો બાંધી દે છે અને તેમની આ આવડતના લીધે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમને સ્થાન મળ્યું છે
ડીસા શહેરમાં રહેતા વાડીલાલ ઠક્કર તેઓ વર્ષોથી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે કાપડની દુકાન ધરાવે છે તેઓ કાપડના વ્યવસાયની સાથે સાથે વિવિધ શોભા યાત્રા અને કાર્યક્રમોમાં ડ્રેસો પણ ભાડે આપે છે આ ઉપરાંત સાફાઓ પણ બાંધે છે ત્યારે આજથી 35 વર્ષ અગાઉ વાડીલાલ ઠક્કરના પુત્ર શૈલેષભાઈ ઠક્કરે પણ પોતાના પિતાના વ્યવસાયને આગળ ધપાવાનો નિર્ણય લીધો હતો અને તેઓ પણ આ કાર્યમાં જોડાયા હતા જોકે શૈલેષભાઈ માં કુદરતે એક અનોખી કળા આપી હતી જેનો ઉપયોગ શૈલેષભાઈ ઠક્કરે કર્યો તેમણે સાફા બાંધવામાં ઝડપ કઈ રીતે આવે અને સૌથી ઝડપી સાફો બાંધી શકો તેવા પ્રયાસો કર્યા હતા અને ધીમે ધીમે તેમને સફળતા પણ મળતી ગઈ આજે શૈલેષભાઈ ઠક્કર માત્ર ચારથી દસ સેકન્ડની અંદર સાફો બાંધી દે છે શૈલેષભાઈ ઠક્કર ગુજરાતી રાજસ્થાની મારવાડી સહિત જુદા જુદા 151 પ્રકારના સાફા બાંધી શકે છે તેમને અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી તેમજ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સાફો બાંધ્યો છે આ ઉપરાંત અનેક સેલિબ્રિટી ઓ ને પણ તેમણે સાફા બાંધ્યા છે ચારથી દસ સેકન્ડમાં જ સાફો બાંધી દેતા હોવાથી તેમને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે આ ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા તેમને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે