જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ
યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે વિશેષ કામગીરી માટે કર્મચારીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા
અમરેલી, તા.૫ સપ્ટેમ્બર, ૨૦૨૨
(સોમવાર) મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ શરુ છે. આ કામગીરીના ભાગરુપે ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ ૯૫-અમરેલી વિધાનસભાના અને ૯૪- ધારી વિધાનસભાના અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ ખાસ ઝુંબેશમાં વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે સંબંધિતોને સૂચનો પણ કલેકટરશ્રીએ આપ્યા હતા. કલેકટરશ્રીએ અલગ-અલગ મતદાન મથકોની મુલાકાત લઈ ૧૮-૧૯ અને ૨૦-૨૯ વયજુથના વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે વિશેષ કામગીરી માટે કર્મચારીશ્રી ઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી