પર્વોની શ્રેણી દિપાવલીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરમાં ફરસાણ બેકરી, ગૃહસજાવટ, રેડીમેડ ગારમેન્ટ, દારૂખાના સહિતની ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ બેકરીના સંચાલકો દ્વારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વિવિધ વેરાઈટીના બિસ્કીટો બનાવી તૈયાર પૈકેટો કરી દીધા છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બિસ્કીટના ભાવમાં ભાવવધારો નોંધાયો છે. તેમ છતાં લોકો યથાશક્તિ પ્રમાણએ ખરીદી કરી રહ્યા છે.દ્પિકના પર્વ દિપાવલીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ ઘરકામમાં વ્યસ્ત જોવા મળી રહી છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ દિપાવલી પર્વ દરમ્યાન મોટાભાગે લોકો એકબીજાના ઘરે જઈ પર્વની શુભેચ્છા પાઠવતા હોય છે. જેથી મોટાભાગે લોકો પર્વ દરમ્યાન ઘરે આવતા મહેમાનોની આગતા સ્વાગતા માટે વિવિધ ફરસાણ સહિત મિઠાઈની ખરીદી કરતા હોય છે. હાલ બજારમાં મઠીયા, ચોરાફળી, તેમજ બિસ્કીટ સહિત વિવિધ મિઠાઈઓની માંગ વધવા પામી છે. મહેમાનો અને સગાસંબંધીઓને આવકારવા માટે વિવિધ વાનગીઓની સાથે સાથે બિસ્કીટનું ચલણ વધવાપામ્યું છે. વાનગીઓની સાથે સાથે કેટલાક યજમાન લોકો બિસ્કીટ અને ચ્હાથી પણ મહેમાનોનું સ્વાગત કરતા હોચ છે. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं