સુરત શહેરમાં વીમા પોલિસી ના નામે લાખો પડાવ્યા છેતરપિંડી આચરનારા યુવકોને પોલીસે ઝડપી પાડ્યા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરતમાં રહેતા એક વ્યક્તિને પોલીસી પર આર્થિક લાભ અપાવવાના બહાને વીમા લોકપાલમાંથી બોલતા હોવાની ઓળખ આપી તેમજ અલગ અલગ ચાર્જ ભરાવી 28 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ બનાવમાં સાયબર ક્રાઈમે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી જયારે આ ગુનામાં સંડોવાયેલા વધુ મહિલા સહીત 6 આરોપીની ધરપકડ કરાઈ છે પોલીસે આરોપીઓએ ઉપયોગ કરેલા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 4.63 લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા હતા.સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી

સુરતમાં રહેતા એક વ્યક્તિને વર્ષ 2020ના ઓક્ટોબર મહિનાથી અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી પોતે વીમા લોકપાલ કંપનીમાંથી બોલતા હોવાની ઓળખ આપવામાં આવી હતી. અને તેઓની રિલાયન્સ નિપ્પોન કંપનીની પોલીસી પર આર્થિક લાભ આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. બાદમાં સુરતમાં રહેતા વ્યક્તિ પાસેથી અલગ અલગ ચાર્જ પેટે 28 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. 28 લાખ આપવા છતાં પણ પોલીસી પર કોઈ આર્થિક લાભ નહી મળતા સુરતમાં રહેતા વ્યક્તિને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા તેઓએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.