ખંભાત ખાતે શ્રી શરદકુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણિજ્ય અનુસ્નાતક કોલેજના એમ.કોમના વિદ્યાર્થીઓ માટે learn to lead થીમ હેઠળ સરદાર યુનિવર્સિટીના એમ.બી.એ વિભાગના પ્રોફેસર ડૉ. રાજુભાઇ રાઠોળનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વ્યાખ્યાનમાં ડૉ. હસન રાણાએ મહેમાનો વિષયક પરીચય કરાવ્યો હતો.

પ્રા.ડૉ. રાજુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ એ સ્વપ્ન જોવા જોઈએ અને સ્વપ્નને સાકાર કરવા અથાગ પ્રયત્નો કરવા જોઈએ.માણસ વિચારી શકે છે માટે તેના માટે કોઈ પણ કાર્ય કરવું અશક્ય નથી.વિદ્યાર્થી પોતાની જાતને ભવિષ્યમાં જ્યાં જોવા માંગે છે તેના માટે વર્તમાનથી આયોજન કરવું પડે.મહાન લેખક અને મેનેજમેન્ટ થીંકર એડમીન ટફ્લારના learn..Unlearn..Relearn..ના સિદ્ધાંતો સમજાવી આજીવન શીખતાં રહેવાની શિખામણ આપી હતી.ઉપરાંત મનોવૈજ્ઞાનિક રમતો દ્વારા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવાની તથા નબળાઈઓ દૂર કરવાની પ્રક્રિયા વિશે અવગત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિત્તલબેન ગૌસ્વામી તથા સદ્દામ તિબલિયાએ કર્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368