સુરત શહેરમાં ગાંજાના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
નશાનો કાળો બારોબાર ચલાવનાર સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. છાસવારે ડ્રગ ગાંજા સહિતની નશીલા પદાર્થને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બાતમીના આધારે ઝડપાયો ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે મૂળ ઓડીશાના વતની પ્રશાંતકુમાર ઉર્ફે મુસા બૌરીબન્ધુ પરીડાને અમરોલી છપરાભાઠા રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આજથી એક વર્ષ પહેલા ઓડીશા ખાતે રહેતા ઉતમ બીસોઈને ફોન કરીને ગાંજાનો જત્થો મંગાવ્યો હતો. જે ઉતમ ગાંજાનો જત્થો લઈને સુરત શહેરમાં આવતા તેને 9.960 કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.