અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે "વિશ્વાસથી વિકાસ" યાત્રા

જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન

'ડબલ એન્જિન'ની સરકાર થકી રાજ્યમાં વિકાસ પ્રક્રિયા સતત અને અવિરત

આગળ ધપી રહી છે, ગુજરાત આજે વિકાસનું પર્યાય બન્યું

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાના હસ્તે

રુ.૩.૦૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૯૨ કામોનું ઈ-લોકાર્પણ

રુ. ૭.૮૩૪ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮૨ કામોનું ઈ-ખાતમુહૂર્ત

કુલ રુ.૧૦.૮૫૮ કરોડના ખર્ચે ૧૭૪ વિકાસકાર્યોનું

ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

આજે સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઝડપથી મળી રહ્યો છે,

ડબલ એન્જિનની સરકાર ઝડપથી વિકાસકાર્યોને ગતિ આપી રહી છે.

~ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા

  ---

અમરેલી તા.૨૧ ઓક્ટોબર,૨૦૨૨ (શુક્રવાર) સમગ્ર ગુજરાતમાં જન જનના "વિશ્વાસથી વિકાસ"ની ભવ્ય યાત્રા - દ્વિતીય ચરણનું આયોજન તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવી રહયું છે. અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે "વિશ્વાસથી વિકાસ" યાત્રા જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. 'ડબલ એન્જિન'ની સરકાર થકી વિકાસ પ્રક્રિયા સતત અને અવિરત આગળ ધપી રહી છે. ગુજરાત આજે 'વિકાસનું પર્યાય' બન્યું છે. ઉદ્યોગ હોય કે હોય આરોગ્ય, શિક્ષણ હોય કે હોય ઈન્ફ્રાસ્ટ્રક્ચર! અને કૃષિ સહિત ! ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસની 'હરણફાળ' ભરી છે. આ વિકાસ છે અંદાજે સાડા છ કરોડ જનતાના અતૂટ વિશ્વાસનો! જિલ્લા કક્ષાના "વિશ્વાસથી વિકાસ" યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી શ્રી આર.સી.મકવાણાના હસ્તે રુ. ૩.૦૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૯૨ કામોનું ઈ-લોકાર્પણ, રુ. ૭.૮૩૪ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮૨ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. સામાજિક વહીવટી વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના કુલ રુ.૧૦.૮૫૮ કરોડના ખર્ચે ૧૭૪ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

          સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઝડપથી મળી રહ્યો છે, ડબલ એન્જિનની સરકાર ઝડપથી વિકાસકાર્યોને ગતિ આપી રહી છે. સરકારે દરેક ક્ષેત્રમાં વિકાસકાર્યો હાથ ધર્યા છે, રાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ડબલ એન્જિનની સરકારમાં મહિલાલક્ષી યોજનાઓએ મહિલાઓને સશક્ત બનાવવામાં મદદ કરી છે.

          આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી, જિલ્લા - તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

   

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.