ઢાંકી ગામે મફત ઘરથાળના પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો.

લખતર તાલુકાના ઢાંકી ગામે 51 લાભાર્થીને ઘરથાળના પ્લોટની સનદ આપવાનો કાર્યક્રમ શ્રી પુનમભાઈ મકવાણા ( પૂર્વ સંસદીય સચિવ ) અધ્યક્ષપદે યોજાયો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાધુ સાહેબ તથા વિસ્તરણ અધિકારી શ્રી અરવિંદભાઈ પારધીની ખાસ ઉપસ્થિતિ રહી. લખતર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કીર્તિરાજસિંહ રાણા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ મજેઠીયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ડી.કે.ચવલીયા, મહામંત્રી શ્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો શ્રી અજયસિંહ રાણા, શ્રી રવિરાજસિંહ, શ્રી ગંગારામભાઈ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ સુર, ન્યાય સમિતિના ચેરમેન શ્રી મધુબેન મકવાણા, વડેખણ ગામના સરપંચ શ્રી જયંતીભાઈ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઇ પટેલ, તથા

આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન જેમના પ્રયત્નો થકી શક્ય બન્યું તેવા ઢાંકી ગામના સરપંચ શ્રી પ્રભુભાઈ મકવાણા સહીત આગેવાનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. માન. વડાપ્રધાન નું સ્વપ્ન છે કે દેશ નો કોઈ પણ ગરીબ ઘર વગર ન રહે. તેના ભાગ રૂપે 51 ઘર વિહોણાને પ્લોટની સનદ આપવાનો કાર્યક્રમ ખુબજ પ્રભાવી રીતે સંપન્ન થયો