સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શેલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.ર૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫ ૧૧ ૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા. જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કૂટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી. પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જત! સરકારી વકીલ ધ્રવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેડખચ શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.