હિંમતનગર સવગઢ ના સંજર નગર વિસ્તારમાં વહોરા સમાજની 16 વર્ષની મુસ્લિમ યુવતી ને જેઠીપુરા માં રહેતો વિધર્મી યુવક બદ ઈરાદા થી લલચાવી ફોસલાવી ને અપહરણ કરી ગયેલ છે.

વાત જાણે એમ છે કે સુહાબેગમ મકબુલ હુસેન પ્રાતીજ વાલા કે જે 12 સાયન્સ મેમણ બોર્ડિંગ ની બાજુમાં આવેલ શાળામાં અભ્યાસ કરે છે, તે ગઈકાલે વહેલી સવારે રાબેતા મુજબ ટ્યૂશન પર ગઈ હતી તેણીનો ટ્યૂશન અને સ્કૂલનો સમય પૂરો થયા પછી પણ ઘરે પરત ના ફરતા તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે પીપલોદી પાસેના જેઠીપુરા માં રહેતો વિધર્મી યુવક મેમણ બોર્ડિંગ પાસેની સ્કૂલમાં એક્સ સ્ટુડન્ટ તરીકે ભણે છે, જે 12 માં ધોરણ માં ફેલ હોવા છતાં આ સ્કૂલમાં અવારનવાર આવતો જતો હોય છે અને સુહા બાનુના સંપર્ક માં આવ્યા પછી તેને ફોસલાવીને ગઈ કાલે સવાર થી ગાયબ થઇ ગયેલ છે, છોકરી ના વાલી એ કુલદીપસિંહ પ્રવિણસિંહ રાઠોડ ની નામ જોગ ફરિયાદ આપવા છતાં પોલીસ ની નિષ્ક્રિયતા ને લીધે 48 કલાક થવા છતાં છોકરી ની કોઈ ભાળ મળી નથી, છોકરીના ગરીબ માઁ બાપ કાલે બપોર થી પોલીસ સ્ટેશન માં છોકરી શોધી આપવા કાકલુદી કરતા રહ્યા છે ત્યારે જઈને 24 કલાક બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ માં જેઠીપુરા ના યુવક સામે નામજોગ 20/10 એ બપોરે 12:05 એ ફરિયાદ દાખલ કરેલ હતી, 

30/9/22 પાણપુર પાટિયા થી ટ્યુશન જતી ફક્ત 12 વર્ષની મુસ્લિમ દીકરીને પણ વિધર્મી ઘ્વારા ઇકો ગાડીમાં શરીર સંબંધ બાંધવાના બદ ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું, આ બનાવ ની સાહી સુકાઈ નથી ત્યાંજ 20 દિવસમાં આ બીજો બનાવ બનેલ છે, ટ્યુશન જતી 12 વર્ષ ની સગીર છોકરી ને તેના બાપને મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવીને અપહરણ કરી લીધેલ હતું અને ત્રણ કલાક સુધી ધાંધા ફાટક બાજુ આવેલ રહેણાંક વિસ્તારમાં શરીર સબંધ બાંધવાના બદ ઈરાદા સાથે અપહરણ કરી લઇ ગયેલ જેની જાણવા જોગ ફરિયાદ બી ડિવિઝન માં આપતાં સાંજે સાડા સાત વાગે છોકરી ઉપરોક્ત ધાંધા ફાટક પાસે થી મળી આવેલ હતી, આ કેસમાં છોકરી ના ઘર વાળા એટલા ડરી ગયા હતા કે ફરિયાદ કર્યા વિના સ્કૂલમાં ભણતી છોકરીને સ્કૂલમાં થી ઉઠાવી તેના દેશ જવા રવાના થઇ ગયા હતા, છોકરીના પિતા સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા બંગાલી સમાજના હતા તેઓ પોતાના વતન પરત ફરી ગયા હતા,આવા બનાવો ચોક્કસ સંગઠન ઘ્વારા આયોજન પૂર્વક કરવામાં આવતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, 12 અને 16 વર્ષ થી નીચેની સગીર મુસ્લિમ બાળકીઓ ને ઉઠાવવાનું આ ષડયંત્ર સામે પોલીસ તટસ્થ કામ કરી ગુનેહગારો સામે ક્યારે લાલ આંખ કરશે તે જોવું રહ્યું.

આ કેસ ની તપાસ ગ્રામ્ય પોલીસ ના પી. આઈ. જ્યોત્સ્નાબેન જી. ઓડ અને અન્ય પોલીસ કરી રહી છે.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.