ડબલ એન્જિન'ની સરકાર થકી રાજ્યમાં વિકાસ પ્રક્રિયા સતત અને અવિરત આગળ ધપી રહી છે
સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાના હસ્તે રુ.૧૦.૮૫૮ કરોડના ખર્ચે ૧૭૪ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે
અમરેલી તા.૨૦ ઓક્ટોબર,૨૦૨૨ (ગુરુવાર) ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર થકી વિકાસ પ્રક્રિયા સતત અને અવિરત આગળ ધપી રહી છે. સમગ્ર રાજ્યમાં "વિશ્વાસથી વિકાસ" યાત્રાનું આયોજન જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવ્યું છે. તા.૨૧ ઓકટોબર, ૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ રોજ સવારે ૧૦ વાગ્યે અમરેલી સ્થિત લીલીયા રોડ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે "વિશ્વાસથી વિકાસ" યાત્રાનો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના "વિશ્વાસથી વિકાસ" યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં રુ. ૧૦.૮૫૮ કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના ૧૭૪ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમના આયોજનને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી