રાજુલા શહેરમાં આવેલ આહીર સમાજની વાડી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ રાજુલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પી.આઇ દેસાઈને ભગતસિંહની પ્રતીમા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજુલા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ,E-FIR, તેમજ GPS- IPS ની પરીક્ષાની માહિતી, પોલીસ જવાનના વિવિધ હથીયારો વીશે, સહીત અનેક જાગૃતિ લાવવા માટે વિધાર્થીઓને માહિતીઓ આપી માહીતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓના ધોરણ ૧૨ ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ રાજુલાના પી.આઇ. એ.એમ.દેસાઈ સહીત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા વિવિધ માહીતીઓની પત્રીકાઓ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંચાલકો તેમજ શીક્ષકો હાજર રહ્યા હતા. વિધાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હથીયારોની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટાફ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી. અને સાયબર ક્રાઇમ વિશે સંપૂર્ણ માહિતી કિરણબેન સોસા દ્વારા આપવામાં આવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીકુજભાઈ પંડિત દ્વારા કરાયું હતું. આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ રમેશભાઈ હડિયા તથા વિવિધ સ્વનિર્ભર શાળાના સંચાલકો, ,આચાર્ય, તેમજ શીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા