મહેમદાવાદ રાધે કિશન સામે આવેલ ગ્રાઉન્ડ ખાતે તાલુકા ના ખેડૂતો ને સરકારશ્રીના ખેતીવાડી ખાતા દ્વારા " યાંત્રિક ખેત ઓજાર ખરીદી સહાય વેરિફિકેશન " નો કેમ્પ યોજાયો.
આજ રોજ તારીખ 20/ 10/ 22 ના રોજ મહેમદાબાદ તાલુકા ના ખેડૂતોને સરકારશ્રીના ખેતીવાડી ખાતા દ્વારા યાંત્રિક ખેત ઓજાર ખરીદી સહાય વેરિફિકેશન કેમ્પ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી અર્જુનસિંહ ચૌહાણ( કેબિનેટ મંત્રી) ગુજરાત સરકાર તથા જિલ્લા ખેતીવાડી અધિકારી- નડિયાદ મદદનીશ ખેતી નિયામક શ્રી તથા વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામસેવકોની ઉપસ્થિતિમાં એસેટ વેરીફીકેશન કેમ રાખવામાં આવેલ જેમાં લગભગ (107) લાભાર્થીઓને ટ્રેક્ટર, હાર્વેસ્ટર, બેલર, કલ્ટીવેટર, થ્રેસર જેવા સાધન ખરીદીમાં કુલ (64) લાખ રૂપિયા સબસીડીની રકમ સીધી તેઓના એટલે કે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આમ આ સુંદર કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના સાધનો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સરકારશ્રી તરફથી આ સહાય મળવાથી ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ સૌ ખેડૂતો એટલે કે લાભાર્થીઓએ સરકારશ્રીનો તેમજ વલ્લભભાઈ જે તાલુકા પંચાયતમાં વર્ષોથી ઈમાનદારી પૂર્વક પોતાની ફરજ દરમિયાન ખેડૂતોને માર્ગદર્શન તેમજ લાભ અપાવે છે તેઓનો અને મદદરૂપ થનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.