ડીસાની એકસીલેન્સી હોટલની પાછળ આવેલ સત્યમ સોસાયટીમાં રહેતાં વિપુલકુમાર કનૈયાલાલ સિંધી (ઠક્કર) (ઉં.વ.આ. 36) જેઓ પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

જેમનું ટૂંકી માંદગી દરમિયાન નાની વયે દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. માયાળુ અને હાસ્ય સ્વભાવના હતા. નાની વયે દુઃખદ અવસાન થતાં પરિવાર ઉપર આફત આવી પડી છે.

મોતના વાયુવેગે સમાચાર પ્રસરતાં સિંધી સમાજમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે અંતિમ યાત્રામાં સમાજના લોકો અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.