ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણની સાથે હવે શહેરીજનો ઉપર નવું સંકટ જોવા મળી રહયું છે.એક જ મહિનાના સમયમાં સ્વાઈન ફલૂનાં ત્રીસ કેસ નોંધાતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.પચાસ ટકા દર્દી શારદાબેન હોસ્પિટલ ઉપરાંત એલ.જી.હોસ્પિટલ, વી.એસ.તેમજ એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.બાકીના દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.નોંધપાત્ર બાબત એ છે કે,સ્વાઈન ફલૂના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓમાં એક ચાર વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ વર્ષે મોસમનો અત્યાર સુધીમાં શહેરમાં ૨૭ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.આ પરિસ્થિતિમાં શહેરના અનેક વિસ્તારમાં ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ પ્રતિક્રીયા આપતા કહ્યુ, જુલાઈ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને સ્વાઈન ફલૂના ત્રીસ દર્દી નોંધાયા છે.સ્વાઈન ફલૂના દર્દીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન ઉપરાંત એલ.જી. હોસ્પિટલ તેમજ વી.એસ.હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલ ખાતે અલાયદો વોર્ડ રાખવામાં આવ્યો છે.દર્દીઓમાં ચાર વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે.આ બાળક જી.સી.એસ.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોના સંક્રમણની સાથે શહેર ઉપર આવી પડેલા સ્વાઈન ફલૂને હળવાશથી ના લેવાની મ્યુનિસિપલ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી પણ ત્રીસ દિવસમાં સ્વાઈન ફલૂનાં નોંધાયેલા ત્રીસ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ સઘન સર્વેલન્સની કામગીરી શરુ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, થોડા સમય અગાઉ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂથી એક દર્દીનું મોત થયુ હતું.

સ્વાઈન ફલૂમાં સામાન્ય રીતે કોરોના પ્રકારના જ લક્ષણ જોવા મળતા હોય છે.શરદી,ખાંસી ઉપરાંત કેટલાક કેસોમાં શ્વાસ ચઢવાની પણ સમસ્યા જોવા મળતી હોય છે.સ્વાઈન ફલૂને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે.પહેલી એ કેટેગરી હોય છે.આ કેટેગરીમાં હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને મુકવામાં આવતા હોય છે.બીજી કેટેગરી બી કેટેગરી હોય છે.આ કેટેગરી બોર્ડર લાઈન કેટેગરી તરીકે ઓળખાય છે.જેમાં દર્દીને શરદી,ખાંસી ઉપરાંત તાવ આવવો અને તાવમાં સતત વધારો થવા જેવા ચિન્હ જોવા મળતા હોય છે.જયારે ત્રીજી કેટેગરી સી કેટેગરી તરીકે ઓળખાય છે.સી- કેટેગરીમાં દર્દીને ફલૂના અન્ય લક્ષણોની સાથે ગંભીર પ્રકારની અન્ય બિમારી હોય તો તેવા દર્દીને સી પ્રકારની કેટેગરીમાં મુકવામાં આવતા હોય છે.